
ધંધુકા તા.૨
ધોલેરા વિસ્તારમાં દીલ્હી મુંબઇ ઇન્ટરનેશનલ કોરીડોર અંર્તગત ધોલેરા સર ની શરૂઆત કરવામાં આવી હતી અને આ સરના વિકાસને લઇ ને વિસ્તારમાં કેન્દ્રની સરકાર દ્વારા થોડા સમય પહેલા જ ૩ હજાર કરોડ રૂપિયા માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા જે પૈકી ૧૯૫૦ કરોડના કામોની શરૂઆત થઇ જતા વિસ્તારમાં વિકાસને તેજી મળી છે. સરના ૨૨ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ, જેવી તમામ સુવિધાઓ ને લઇ પણ કામગીરી શરૂ કરી દેવાઇ છે.
ધોલેરા એસઆઇઆર માં ૧૯૫૦ કરોડના ખર્ચે માત્ર રોડ, રસ્તા, ગટરો, લાઇટ જેવી વિવિધ પ્રાથમિક સુવિધાઓ માટે એલએન્ડટી કંપની તથા એબીસી એમ ત્રણ સેમ્પલ બિલ્ડીંગ ધોલેરા ખાતે કયુબ કંપની દરા બનાવવાનુ શરૂ થઇ જતા આ વિસ્તારમાં વિકાસની ઉજળી તકો જોવાઇ રહી છે. આ બાબતે ધોલેરા ખાતે હાલમાં જ સ્થાપિત થયેલ ધોલેરા ભાલ વિસ્તાર વિકાસ મંચ ના આગેવાનો નિર્મળસિંહ ચુડાસમા, સાગરભાઇ સોલંકી, સહદેવસિંહ ચુડાસમા, જીતેન્દ્સિંહ ચુડાસમા, છોટુભાઇ રાંઘાણી અને પરસોત્તમભાઇ ડાભી દરા આવકારવામાં આવ્યુ હતુ.અને આ સર વિસ્તારમાં ૬ ટાઉનપ્લાનીંગ સ્કીમો દરા આગામી વર્ષોમાં સ્માર્ટ સીટી નુ નિર્માણ કરવામાં આવશે.અને વળી ખેતી ની જમીન માટે નર્મદાના પાણીને પણ પહોંચાડવાની સરકાર દરા તૈયારીઓ પુર્ણ કરી દેવાઇ છે.ત્યારે નર્મદાના પાણી મળવાના સારા સમાચાર મળતા જ પંથકના ખેડુતોમાં આનંદો ફેલાયો છે.વળી સર ને લઇ વિસ્તારમાં કેટલાક લોકો એ કરેલી ભ્રામક વાતોને વિસ્તારના વિકાસ ઇચ્છતા ખેડુતોએ જાકારો આપી દીધો હતો.ધોલેરા વિસ્તારમાં નવાગામ કર્ણા પાસે સૌથી મોટું એરપોર્ટ અને ધોલેરા સર માં ૬ ટાઉનપ્લાનીંગ સ્કીમો જેમા દરેક નગરયોજના ૫ વર્ષના સમય ગાળામાં વિકાસ પામશે એમ કુલ ૩૦ વર્ષના વિકાસ પ્લાનને પણ તૈયાર કરી દેવાયો છે.વિસ્તારના તમામ ખેડુતો આ સરના વિકાસ પ્રોજેક્ટની સાથે છે ત્યારે ધોલેરા-ધંધુકા માર્ગ પર ૧૦૦ કરોડના ખર્ચે સેમ્પલ બિલ્ડીંગ કયુબ કંપની દરા બનાવવાનુ કામ પુરજોશમાં ચાલુ કરી દેવાયુ છે.તો એલએન્ડટી દરા ૧૮૫૦ કરોડના ખર્ચે સરના ૨૨ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ, જેવી તમામ સુવિધાઓ ને લઇ પણ કામગીરી શરૂ કરી દેવાઇ છે અને મોટો અધિકારી અને મજુરોનો સ્ટાફ પણ ધોલેરા ખાતે આવી ગયો છે.નર્મદાના પાણી મળવાથી ખેતી ને ખુબ બળ મળશે. અને ખેડુત સમૃધ્ધ બનશે.એક માત્ર ધોલેરા સરમાં જ કપાતની જમીન ના ખેડુતોને જંત્રી મુજબ ના વળતર પણ સરકાર ચુક્વશે.આમ ધોલેરા માં સરના વિકાસના કાર્યો શરૂ થતા જ સર વિકાસના કાર્યમાં તેજી આવી છે.આગેવાનોએ જણાવ્યુ કે,વિરોધ ની વાતમાં દમ જ નથી અને જે લોકો ધોલેરા સર ના ગામો ના જ નથી અને એક ઇંચ પણ જમીન ધરાવતા નથી તેઓ વિકાસનો વિરોધ કરી રહયા છે.
જયારે ધોલેરા ભાલ વિસ્તાર વિકાસ મંચના નેજા હેઠળ તમામ ખેડુતો સર અંગેના તેમના અમુક પ્રસ્નો અંગે પણ સ્થાનિક નેતૃત્વ દરા સકારાત્મક રીતે રજુઆત કરીને તેના ઉકેલ લાવી ખેડુતોને કોઇ પણ પ્રકારનુ નુકસાન ન થાય તેની તકેદારી રાખનાર છે.ત્યારે ધોલેરા વિસ્તારમાં ૨૨.૫ ચો.કિ.મી. વિસ્તાર માટે ફાળવાયેલા ૩ હજાર કરોડ પૈકીના ૧૯૫૦ કરોડના કામોની શરૂઆત આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપનીઓ દરા શરૂ કરી દેવાયા હોય સર અંગે કોઇ પણ વિરોધ કે શંકા ને સ્થાન જ રહેતુ નથી અને તમામ લોકો સરને સમર્થન કરીને વિકાસ સાથે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
ખેડૂતોનું શું કહેવુ છે ?
સરના વિકાસ ને લઇ સ્થાનિક ખેડુત ધીરૂભાઇ ખસીયાએ જણાવ્યુ કે,૨૦૦૯ સુધી ધોલેરામાં સાયકલો પણ ન હતી અને લોકોનુ જીવન ધોરણ ખુબ પછાત હતુ ખાસ કરીને ધોલેરા બંદર અને ત્યાર પછી સર આવ્યા બાદ ખેડુતોથી લઇ તમામ લોકોના જીવન ધોરણ ઉંચા આવ્યા છે તમામ સમૃધ્ધ બન્યા છે. સાયકલના સાંસા સામે આજે ફોરવ્હીલો ફરી રહી છે. સર માં થોડાક કાયદાઓ ને લઇ સરકારમાં રજુઆત માટે સ્થાનિક ખેડુતોનો જ પોતાનો મંચ રચવામાં આવ્યો જે ધોલેરા વિકાસ મંચ સરકાર સાથે આવા પ્રસ્નોને લઇ ખેડુતોના હિતમા જ નિર્ણયો લાવવા પ્રયત્ન કરશે.પંથકમાં તમામ લોકો વિકાસ અને સરની સાથે જ છે.વિરોધની વાતો પોકળ છે અને તેઓ પણ પાછલા બારણે પોતાની જમીનો વેચીને ખુબ સમૃધ્ધ બન્યા જ છે .
Originally published in http://www.sandesh.com/article.aspx?newsid=3255900