
ગાંધીનગર
ધોલેરા- સર મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન થયા બાદ સરકારનો નિર્ણય
ગુજરાતમાં પાંચ જેટલા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન- સરમાં હવેથી શહેરોની જેમ જ ટાઉન પ્લાનિંગ થશે. આ પ્રક્રિયા માટે સ્થાનિક ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓનો પણ એસ.આઈ.આર.-સરની ર્ગિવનિંગ ઓથોરિટીઓમાં સ્થાન અપાશે. આ સમગ્ર પ્રક્રિયાઓને કાયદાકિય સ્વરૂપ આપવા ગુજરાત ખાસ મુડી રોકાણ પ્રદેશ અધિનિયમ- ૨૦૦૯માં સરકાર મહત્વના ફેરફાર કરવા આગળ વધી રહી છે. બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં સુધારા વિધેયકના મુસદ્દાને મંજૂરી મળ્યા બાદ સરકાર વિધાનસભાના ચાલુ સત્રમા તેને પસાર કરાવશે. ગુજરાત ઔદ્યોગિક વિકાસ બોર્ડના અધિકૃત સુત્રોના કહ્યા મુજબ સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ-૨૦૦૯ની કલમ- ૧૦માં પ્રવર્તમાન ટાઉન પ્લાનિંગ એક્ટને નિહિત કરાશે. ‘સર’માં ઔદ્યોગિક વિકાસ સહિતના આયોજનો માટે જમીન સંપાદન માટે ટીપી એક્ટ- ૧૯૭૬ની કેટલિક કલમો ફેરફાર સાથે અમલમાં મૂકાશે. તદ્ઉપરાંત જે રીતે શહેરોમાં ટાઉન પ્લાનિંગ માટે સ્થાનિક મ્યુનિ. કોર્પોરેશન, મ્યનિસિપાલિટી કે સત્તામંડળના પ્રતિનિધિઓને ગર્વિંનગ ઓથોરિટીમાં સ્થાન આપવામાં આવે છે તેવી જ રીતે એસ.આઈ.આર. એક્ટ- ૨૦૦૯માં પણ સુધારો કરીને સ્થાનિક ગ્રામ પંચાયતને પણ પ્રતિનિધિત્વ અપાશે. સરપંચ કે અન્ય સદસ્યને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સમાવાશે. જેથી જમીન સંપાદનથી લઈને વિકાસ આયોજનમાં છાશવારે થતા વિવાદો અટકે.
આ ક્ષેત્રોમાં અસરો
મહત્ત્વની ત્રણ અસરો