
હાઈલાઈટ્સ:
જેની ઘણા સમય પહેલા ઘોષણા થઈ ચૂકી છે તે બહુહેતુક ધોલેરા આંતરરાષ્ટ્રિય એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્રીય પર્યાવરણીય પરવાનગી મળી જતા હવે આ પ્રોજેક્ટને વેગ મળશે. કેન્દ્રમાં રહેલા મોદી સરકારના પર્યાવરણ અને ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગે પરવાનગી દેતા આ પ્રોજ્ક્ટના નિર્માણ માટેની મહત્વપૂર્ણ આડખિલી દૂર થઈ છે. હવે માત્ર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રલ્યની મંજૂરીની મહોર બાકી રહી છે. તે મળી જતા આ પ્રોજેક્ટનું કામ હાથ ધરી શકાશે.અમદાવાદના નવાગામમાં 1426 હેકટર જમીનમાં ધોલેરા એરપોર્ટ બનાવવામાં આવશે. આશરે રૂપિયા 1712 કરોડના ખર્ચે તૈયાર થનારા ધોલેરા એરપોર્ટને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવશે.આ એરપોર્ટ ગુજરાતને મળી જતા હવે ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રિય ફ્લાઈટોની ઉડાન શક્ય બનશે. તેમજ એર કાર્ગો માટે હવે મુબઈ સુધી જવું નહિં પડે. ધોલેરા એરપોર્ટ ડીએમઆઈસી પ્રોજેક્ટ માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે.